ગુજરાતમાં વરસાદની શરૂવાતમાં ખોરવાયું જનજીવન આ જગ્યાએ સતત વરસાદ થતાં લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં એટલો વરસાદ થયો છે કે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદને કારણે નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
ગુજરાતના અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે.
હજી વરસાદની શરૂવાત જ છે ત્યારે જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મ્યુનસિપાલિટીના કામ પર પણ સવાલ ઉથી રહ્યાં છે.