ગુજરાતના આ શહેરોમાં બરાબરનું જામ્યું ચોમાસું 5 દિવસ આ જગ્યાઓ પર સતત વરસાદની હવામાનની આગાહી - khabarilallive
     

ગુજરાતના આ શહેરોમાં બરાબરનું જામ્યું ચોમાસું 5 દિવસ આ જગ્યાઓ પર સતત વરસાદની હવામાનની આગાહી

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. જો કે, બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી પણ વહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.જામરાવલમાં મોડી સાંજે પવનના સુસવાટા સાથે મેઘ મહેર થઈ છે.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગોંડલ , પોરબંદરના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકીને વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાવણી લાયક વરસાદ વરસવાથી ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. 

ગઇકાલે ક્યાં કેટલો વરસ્યો વરસાદ ખાબક્યો જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ
ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ.સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ.કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ.બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ.નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ.વડિયામાં 1 ઈંચ, ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *