આ રાજ્યમાં હવામાન વિભાગે સિગ્નલ 3 ની આપી એલર્ટ આગામી 5 દિવસ છે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી સચરાચર મેઘ મહેર વર્ષી રહી છે અને હાલ વરસાદની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં તોફાની પવનની શક્યતાને પગલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
માછીમારો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદ વર્ષે તેવી શક્યતા સેવાઇ રહી છે.
વધુમાં બોટને સલામત સ્થળે ખસેડી લંગારી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. 50 થી 60 ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓને ધ્યાને લઈ દરિયા કિનારે સિગ્નલ લાગતાં માછીમારો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષા એજન્સી પણ સતર્ક બની છે.
સિગ્નલ નંબર-03 આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.ચોમાસાની ઋતુમાં વરસાદની શક્યતા વચ્ચે દરિયામાં કરંટ જોવા મળતા અને ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.