ગુજરાતના વાજતે ને ગાજતે થશે વરસાદની એન્ટ્રી અમદાવાદ માટે હવામાન વિભાગની ખાસ આગાહી - khabarilallive
     

ગુજરાતના વાજતે ને ગાજતે થશે વરસાદની એન્ટ્રી અમદાવાદ માટે હવામાન વિભાગની ખાસ આગાહી

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાવ મેઘરાજાની સવારી પહોંચી ગઇ છે. ત્યારે અમદાવાદમાં લોકો બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ ,અમરેલી, પોરબંદર,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે, હજી બે દિવસ શહેરમાં ગરમીનું પ્રમાણ વધશે. ચારથી પાંચ ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જેના કારણે બફારો અને તાપ વધી રહ્યા છે.

ત્યારે હવામાન વિભાગના મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરમાં માત્ર એક વખત વરસાદની પધરામણી થયા બાદ વરસાદ હાથતાળી આપી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવી રહ્યા છે.

અમદાવાદમાં શનિવારે ગરમી સાથે અસહ્ય ઉકળાટ પણ અનુભવાયો હતો. શનિવારે ભેજનું પ્રમાણ સાંજે 44 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં હજુ 28મી સુધી તાપમાન 40ની આસપાસ રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં રવિવારે તાપમાન 44 જ્યારે સોમવારે 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. 28 અને 29 જૂનના વાદળછાયું વાતાવરણ રહેશે અને 30 જૂન બાદ વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *