માઉન્ટ આબુના રોડ પર ખીણ માં બની એવી ઘટના જોનારાઓ હચમચી ઉઠ્યા - khabarilallive    

માઉન્ટ આબુના રોડ પર ખીણ માં બની એવી ઘટના જોનારાઓ હચમચી ઉઠ્યા

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પીકઅપ ગાડી ખીણમાં ખાબકી હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો રાજસ્થાનના માઉન્ટ આબુ રોડનો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયાના ગ્રુપમાં થઈ રહી છે.અમે આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતૂ નથી. ત્યારે આ દૃશ્યોને નિહાળી રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓની ચીસો નીકળી ગઈ હતી.

વીડિયો ક્યાનો છે તે હજુ સામે આવ્યું નથી
એક પીકઅપ ગાડી હજારો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જે ઘટનાને કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાડી ખીણમાં ખાબકી રહી છે અને લોકો ચિસો પાડી રહ્યા હતા. આ વીડીયો રાજસ્થાનના માઉન્ટ આબુનો હોવાનું સોશિયલ મીડિયાના ગ્રુપમાં ચર્ચાઈ રહ્યુ છે.

જોકે, આ વીડિયો ક્યાનો છે તે હજુ સામે આવ્યું નથી. વીડીયોમાં રાજસ્થાની ભાષામાં લોકો બોલી રહ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. જોકે, સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ આ વીડીયો માઉન્ટ આબુ રોડનો નહીં પરંતુ અન્ય જગ્યાનો છે.

પ્રવાસીઓની ચીસો નીકળી ગઈ
એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હતો આ દરમિયાન જ અક પીકઅપ ગાડી ખીણ નીચે ખાબકી રહી હતી જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કોઈ ગાડીને પકડી રાખો, ગાડીને રોકી લ્યો તેમ લોકો કહી રહ્યા હતા. જોકે, થોડીવારમાં જ ગાડી હજારો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

જેને લઈ પ્રવાસીઓની ચીસો નીકળી ગઈ હતી. ગાડી ખીણમાં ખાબકતા જ વીડિયો ઉતારના સહિત આજુબાજુ લોકો રાજસ્થાની ભાષામાં ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો રાજસ્થાનના માઉન્ટ આબુનો હોવાનું સોશિયલ મીડિયાના ગ્રુપમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ આ વીડિયો માઉન્ટ આબુનો નહીં પરંતુ અન્ય જગ્યાનો છે. ત્યારે આ વીડિયો ક્યાનો છે તે અંગે દિવ્ય ભાસ્કર પુષ્ટિ કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *