રથયાત્રા ની તૈયારી દરમિયાન મુસ્લિમો એ કર્યું એવું કામ જાણીને તમને પણ ગર્વ થશે - khabarilallive    

રથયાત્રા ની તૈયારી દરમિયાન મુસ્લિમો એ કર્યું એવું કામ જાણીને તમને પણ ગર્વ થશે

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શહેરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે કોરોનાના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન હોતી નીકળી. ત્યારે હવે ફરીવાર અમદાવાદમાં બે વર્ષ બાદ 145મી રથયાત્રા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં એકવાર ફરી હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.

ભગવાન જગન્નાજીની રથયાત્રા દરમ્યાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.

અમદાવાદની 145મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતનું સૌથી મોટું બંદોબસ્ત કહેવાતા રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. પરંતુ આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત જોવા મળશે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સર્વેલન્સ હવામાંથી કરવામાં આવશે. એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે. બીજી તરફ બોડીઓન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. આ સાથે સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *