યુદ્ધના 37 માં દિવસે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત ની તાત્કાલિક મિટિંગ ભારતે કર્યું આ કામ થયા બન્ને વાતચીત માટે તૈયાર - khabarilallive
     

યુદ્ધના 37 માં દિવસે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત ની તાત્કાલિક મિટિંગ ભારતે કર્યું આ કામ થયા બન્ને વાતચીત માટે તૈયાર

આ વખતે રશિયા અને યૂક્રેન બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ વાર્તા વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહી છે. પશ્ચિમી રશિયાના એક ફ્યૂલ ડેપો પર યૂક્રેનની સેના તરફથી હુમલા બાદ વાતચીત શરૂ થઇ છે. જણાવી દઇએ કે 2 દિવસ પહેલા ઇન્સ્તાંબુલમાં વાતચીત થઇ હતી. 

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શુક્રવારે ભારત પ્રવાસ પર મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવા માટે ભારત મધ્યસ્થની ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા દરમિયાન હજુ સુધી કોઈ સમાધાન નિકળી શક્યું નથી. ભારત રશિયા અને યૂક્રેન વચ્ચે મધ્યસ્થી બને તેવી સંભાવનાઓ ન્યૂઝ એજન્સીના સવાલ પર જવાબ આપતા લાવરોવે દર્શાવી છે.

2 દિવસીય સત્તાવાર પ્રવાસ માટે ગુરૂવારે નવી દિલ્હી પહોંચેલા લાવરોવે સ્વતંત્ર ભારતીય વિદેશ નીતિના પણ વખાણ કર્યા. સાથે જ ઉર્જાના વધતા ભાવો અને રશિયા પર પ્રતિબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ભારતીય વિદેશ નીતિ સ્વતંત્રતા અને વાસ્તવિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નીતિ રશિયન સંઘમાં છે અને અમને સારા મિત્રો અને વફાદાર ભાગીદાર બનાવે છે.

મને વિશ્વાસ છે કે કોઈ દબાણ ભારત-રશિયાની ભાગીદારીને અસર નહીં કરેઃ લાવરોવ

ભારત પર અમેરિકન પ્રેશર અંગે પ્રશ્ન પૂછ્યો કે શું આનાથી ભારત-રશિયાના સંબંધો પર અસર પડશે? રશિયાના વિદેશ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, એમા કોઈ શંકા નથી કે પ્રેશર પાર્ટનરશીપને અરસ નહીં કરે, મને કોઇ શંકા નથી કે કોઈ પ્રેશ આપણી ભાગીદારીને અસર કરશે. તે(અમેરિકા) બીજાને મજબૂર કરી રહ્યું છે.

યૂક્રેનના ઘટનાક્રમ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, યૂક્રેનમાં વિશેષ અભિયાનનું યુદ્ધ કહેવામાં આવી રહ્યું છે જે ઠીક નથી. આ એક વિશેષ અભિયાન છે, સૈન્યના મૂળભૂત પાયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ ખતરો રજૂ કરવાની ક્ષમતાના નિર્માણથી કીવ શાસનને વંચિત કરે છે.

લાવરોવે પૂછ્યું કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતની સ્થિતિ, ભારતને તેલની જરૂરિયાત અને રૂપિયા, રૂબલ ચૂકવણી, પ્રતિબંધો પર કોઈ પણ પુષ્ટિને કેવી રીતે જુઓ છો? તેમણે કહ્યું કે, જો ભારત અમારી પાસેથી કંઇપણ ખરીદવા ઇચ્છે છે, તો અમે તેના માટે તૈયાર છીએ.

તેમણે કહ્યું કે, અમે ભારતને કોઈ પણ સામાન ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છીએ જે પણ અમારાથી ખરીદવો હોય. રશિયા અને ભારત વચ્ચે ખુબ સારા સંબંધ છે.

બે દિવસીય ભારતીય પ્રવાસે આવ્યા છે વિદેશ મંત્રી આ અગાઉ શુક્રવારે સવારે સર્ગેઈ લાવરોવ આજે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળ્યા હતા. બંને દોશોના વિદેશ મંત્રીઓની વચ્ચે યુક્રેન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈંડો પૈસિફિક, આસિયાન અને ભારતીય ઉપ મહાદ્વિપમાં ઘટનાક્રમો અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *