વાળમાં મહેંદી નાખતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કલર અને ચમક લાંબા સમય સુધી જળવાઈ રહેશે
પહેલા લોકો વાળમાં કલર કરવા માટે મહેંદીનો ઉપયોગ કરતા હતા તેને એક પ્રકારે દેશી નુસ્ખો માનવામાં આવતો હતો. જેને દાદી-નાનીના સમયથી ખૂબ જ કારગર માનવામાં આવે છે. આજે પણ ઘણા ઘરોમાં મહિલાઓ અને પુરૂષ વાળને રંગ કરવા માટે મહેંદીને માથા પર લગાવે છે.
માર્કેટમાં ઘણા કલર ઉપલબ્ધ છે પરંતુ મહેંદી આજે પણ લોકોની પહેલી પસંદ માનવામાં આવે છે. તેની ખાસિયત છે કે વાળને રંગ કરવા ઉપરાંત તેના ઘણા ફાયદા પણ હોય છે અને તેના કારણે તે ઘણા વર્ષોથી લોકોના બ્યૂટી રૂટીનનો ભાગ બની ગઈ છે.
મોટાભાગના લોકો માને છે કે મહેંદીને મોટા સુધી લગાવી રાખવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. પરંતુ એવું વિચારવું ખોટુ છે. અમે તમને વધુ સમય સુધી વાળમાં મહેંદી લગાવી રાખવાના નુકસાન અંગે જણાવવા જઈ રહ્યા છીએ.
વાળની ચમક
એક્સપર્ટ્સ અનુસાર જો વાળમાં લાંબા સમય સુધી મહેંદીને લગાવવામાં આવે છે તો તેની ચમક ખતમ થઈ શકે છે. અમુક લોકોની આદત હોય છે કે તે બેસ્ટ રિઝલ્ટના ચક્કરમાં રાત્રે મહેંદી લગાવીને સુવે છે અને પછી સવારે નહાતી વખતે તેને ધોવે છે. કહેવાય છે કે આમ કરવાથી વાળમાં રહેલા નમી ધીમે ધીમે ઉડી જાય છે. વાળમાં મહેંદીને વધારેમાં વધારે 3 કલાક સુધી રાખવું જ બેસ્ટ હોય છે.
ડ્રાય સ્કેલ્પ
વાળમાં લાંબા સમય સુધી મહેંદી રાખવાથી વાળ જ નહીં સ્કેલ્પ પણ ડ્રાય થઈ જાય છે. મોસ્ચર દૂર થવાના કારણે સ્કેલ્પમાં ડેન્ડ્રફ થઈ શકે છે અને એક સમય પર આ વાળના ખરવાનું કારણ બની શકે છે. ઘણા લોકોને મહેંદીમાં ઓઈલ મિક્સ કરીને વાળમાં લગાવવાની આદત હોય છે પરંતુ આ રીત નુકસાન પહોંચાડે છે. તેના કરતા મહેંદીને નોર્મલ પાણીમાં પલાડીને જ થોડા ટાઈમ માટે વાળ પર લગાવ્યા બાદ તેને ધોઈ લો.
વાળનો રંગ
અમુક લોકો માથાને ઠંડુ રાખવા માટે મહેંદીનો વાળમાં ઉપયોગ કરે છે. પરંતુ આ રીત લોકોને નુકસાન પહોંચાડી શકે છે. હકીકતે માથાને ઠંડુ કરવાના ચક્કરમાં વાળના કલરને ચેન્જ કરી શકાય છે. કારણ કે હીના પાઉડર એટલે કે મહેંદીને હાથમાં કલર માટે લગાવવામાં આવે છે. એવામાં તેને કોઈ અન્ય શોખ માટે વાળમાં લગાવવું ભારે પડી શકે છે.