10 રૂપિયાની નોટ પર પ્રેમીકાએ લખી એવી વાત કે કોઇને આવ્યો ગુસ્સો અને કોઈ કરવા લાગ્યું મદદ

સોશિયલ મીડિયા પર ક્યારે ક્યો કિસ્સો છવાઈ જાય તેનું કંઈ નક્કી નહીં. કહેવાય છે કે, ઘણી વાર એવા કિસ્સા પણ હોય છે, જેને જાણવામાં આપણને રસ પડે, જ્યારે અમુક કિસ્સામાં આપણને ગુ સ્સો પણ આવી જતો હોય છે.

જો કે, આજે અમે આપને અહીં જે ફની કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ, તેને જોઈને ચોક્કસપણે આપને પણ હસવું આવી જશે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, 10 રૂપિયાની નોટની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પર એક છોકરીએ પોતાના પ્રેમી માટે મજાની વાત લખી છે. જેને વાંચીને આપને પણ ચોક્કસથી હસવું આવી જશે.

વાયરલ તસ્વીરમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક છોકરીએ 10 રૂપિયાની નોટ પર પોતાની દિલની વાત લખી છે. છોકરીએ લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાડીને લઈ જા. i love u, તારી કુસુમ….હવે આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ તસ્વીરને જોઈને લોકો પણ ખૂબ મજા લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બે પ્રેમ કરતા લોકોને ગમે તે થઈ જાય સાથે મિલન કરાવાનું છે. તો વળી અમુકે કહ્યુ કે, ક્યાંક એવુ ન થઈ જાય કે, 26 તારીખે 10 વિશાલ કુસુમને ભગાડવા માટે આવી પહોંચે. લોકો આ પોસ્ટની ખૂબ મજા લઈ રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published.