હવામાન આગાહી પ્રમાણે 24 કલાકમાં આ 2 વિસ્તારોમાં થશે મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 અને 21મી તારીખે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં ભારે વરસાદની શક્યતા નથી. જ્યારે 22 તારીખે સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં 23 અને 24મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદ અંગે જણાવતા કહ્યું કે, આજે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થશે. જ્યારે ઉત્તર અમદાવાદમાં કોઇ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
22 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. તેમાંથી 24થી 26 દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે. જેના પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.
ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. બિહારના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગયો નથી પણ 22 જુલાઈથી વરસાદના સંજોગો છે. હજુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદ ઓછો છે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.