અમેરિકા મહેરબાન અને યુક્રેન પહેલવાન યુદ્ધ બંધ ન થવા દેવાની પૂરી કોશિશ ફરી કર્યું આ કામ - khabarilallive    

અમેરિકા મહેરબાન અને યુક્રેન પહેલવાન યુદ્ધ બંધ ન થવા દેવાની પૂરી કોશિશ ફરી કર્યું આ કામ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ પુરુ થાય તે વિશ્વ શાંતિ માટે જરુરી છે પરંતુ અમેરિકા અને નાટો દેશોની સીધા કે આડકતરા સમર્થન અને મદદથી યુક્રેન રશિયા સામે ટકી ગયું છે. અમેરિકાએ તાજેતરમાં રશિયાની સેનાનો મુકાબલો કરી શકે તે માટે નવા 800 મિલિયન ડોલરની શસ્ત્ર મદદ કરવાનું નકકી કર્યુ છે.

જેમાં ખતરનાક ગણાતા ફીનિકસ ઘોસ્ટ ડ્રોનનો પણ સમાવેશ થાય છે. આ ડિફેન્સ મદદમાં 72 જેટલી 144000 રાઉન્ડ સાથેની 155 એમએમની હોવિત્ઝર ગન,ટેકટિકલ વ્હિકલ, 121 ફીનિકસ ઘોસ્ટ ડ્રોન અને બીજા સૈન્ય ઉપકરણો અને સ્પેર પાર્ટસનો સમાવેશ થાય છે. 

ફીનિકસ ઘોસ્ટ ડ્રોન યુક્રેન ડોનબાસમાં ફાઇટ આપી શકે તેવું ડિઝાઇન કરાયુ.આઅમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનનો ફીનિકસ ડ્રોનનો સ્યુસાઇડ ડોન તરીકે ઉલ્લેખ કર્યો છે.જેને અમેરિકાની એઇવીએકસ એરોસ્પેસ કંપનીએ વિકસિત કર્યુ છે.

રશિયાએ હુમલા માટે યુક્રેનના પૂર્વી ભાગ તરફ ડોનબાસ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ ડ્રોન યુક્રેન ડોનબાસમાં અસરકારક ઉપયોગ કરી શકે તેવી ટેકનોલોજીથી સજજ છે.

આ ડ્રોન યુક્રેની સેનાની જરુરીયાત મુજબ જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. અગાઉ અમેરિકા આપેલી જવેલિન મિસાઇલ યુક્રેન માટે હુકમનો એક્કો સાબીત થઇ હતી. હાથથી ઓપરેટ થઇ શકે તેવી જવેલિન રશિયાની ટેંકો અને બખ્તરબંધ ગાડીઓ માટે કાળ સાબીત થઇ હતી. હવે આધુનિક ડ્રોન મળવાથી યુક્રેનની તાકાતમાં વધારો થશે. 

અમેરિકા જયાં સુધી મદદ કરશે ત્યાં સુધી યુધ્ધ લડાતું રહેશે.અમેરિકા જ નહી બ્રિટન,ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના દેશો યુક્રનને તન,મન અને ધનથી મદદ કરી રહયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેંસ્કીએ વારંવાર શસ્ત્ર સરંજામની મદદ કરવા દુનિયાના દેશોને અપીલ કરી હતી તેના બદલામાં મદદ મળવાનું અવિરત ચાલું રહયું છે.

યુધ્ધ નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન જયાં સુધી રશિયા સામે લડતું રહેશે ત્યાં સુધી વિદેશી શસ્ત્રોની મદદ મળતી રહેવાની છે. ખરેખરી લડાઇ તો રશિયા અને અમેરિકા જ લડી રહયા છે.

બાઇડન જયાં સુધી મહેરબાન છે ત્યાં સુધી ઝેલેંસ્કી પહેલવાન જ રહેવાના છે.  આથી યુક્રેન- રશિયા યુધ્ધ બે મહિના જેટલો સમય પસાર થવા આવ્યો છતાં અટકવાનું નામ લેતું નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *