એક પછી એક બધા જ હવામાન નિષ્ણાત કહી રહ્યા છે વરસાદ પાછો આવશે આ તારીખ થી ગુજરાતમાં ફરી વરસાદ વરસશે - khabarilallive    

એક પછી એક બધા જ હવામાન નિષ્ણાત કહી રહ્યા છે વરસાદ પાછો આવશે આ તારીખ થી ગુજરાતમાં ફરી વરસાદ વરસશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હમણાંથી મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. જો કે ફરીથી 17 સપ્ટેમ્બરથી નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હજુ પાછોતરો વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે જ સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, “17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડશે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે.”

બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. તેમજ આગામી અઠવાડિયામાં ઉકળાટ વધવાના પગલે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ત્યારબાદ 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે.

હસ્ત નક્ષત્ર એટલે કે હાથીયો કહેવાય છે. હાથીયો અને ચિત્રા નક્ષત્ર એ ચોમાસાના પાછળના નક્ષત્રો કહેવાય છે. આ દરમિયાન ભુર પવન પાછો વળતો હોય છે. ચોખ્ખો ભુર પવન ન વાય ત્યાં સુધી ચોમાસાની વિદાય ગણાતી નથી.

27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ચક્રવાત ‘વણઝાર’ શરૂ થવાની શક્યતા રહેશે એટલે પાછોતરો વરસાદ થશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *