હજી વરસાદ નો એક રાઉન્ડ આવશે ૭૦ ટકા જિલ્લામાં આ દિવસે પડશે ભારે વરસાદ થઈ જાઓ તૈયાર
હાલ ચોમાસાની સિઝનના પવનો યથાવત્ છે. પવનની ગતિ 10થી 14 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ રહી છે. આવનારા દિવસોમાં આ પવનની ગતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી. પવનની દિશામાં પણ કોઈ ફેરફાર થવાનો નથી. પશ્ચિમના પવનો જ ચાલશે અને 10થી લઈ 14 કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ જોવા મળશે.
ભેજ અને ઊંચા તાપમાનના લીધે 19, 20 અને 21 તારીખ દરમિયાન જે વિસ્તારમાં તાપમાન ખૂબ ઊંચું જાય ત્યાં છૂટાછવાયા ઝાપટાં નોંધાઈ શકે છે. જોકે, તેમાં બહુ મોટા વરસાદની શક્યતા નથી. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા જોવા મળી શકે છે. સુરત, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગમાં આવનારા ત્રણ દિવસ ઝાપટાંઓનું પ્રમાણ રહે તેવી શક્યતાઓ છે.
નૈઋત્યના ચોમાસાએ રાજ્યમાંથી વિદાય લીધી નથી. આ ચોમાસું પૂરું થાય તે પહેલા હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડની શક્યતા છે. સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલા રાજ્યમાં એક વરસાદી રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.
24-25 સપ્ટેમ્બર આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવશે. તે રાજ્યના 70 ટકા જેટલા વિસ્તારને અસર કરી શકે છે. તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. 30 સપ્ટેમ્બર અથવા 1-2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ધીમી ગતિએ વિદાય થશે. વિદાયની પ્રોસેસ 18-20 ઓક્ટોબર સુધી ચાલવાની છે.
અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે, બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ વધારે મજબૂત હશે. તેથી રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે છે.હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. સાથે જ રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન પણ ઊંચું આવ્યું છે, ત્યારે ચોમાસાની વિદાયની વાતો ચર્ચાઈ રહી છે.
રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તે પહેલા એક વરસાદી રાઉન્ડ આવશે. આ મહિનાના અંતમાં એક વરસાદી રાઉન્ડ આવશે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ વધારે મજબૂત હશે. તેથી રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે છે.
છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનમાં વધારો થયો છે. આજે 18 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી કરતાં પણ વધારો નોંધાયો છે. ઊંચા તાપમાનની સાથે ભેજનું પ્રમાણ પણ રહેલું છે. કેમ કે, હજુ નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી નથી. જેના લીધે રાજ્ય પર ખૂબ ભેજ છવાયેલો છે.