વધુ એક સિસ્ટમ થઈ સક્રિય ગુજરાતનુ હવામાન કેવું રહેશે આ જિલ્લામાં રવિવાર સુધી આવી શકે છે વરસાદ - khabarilallive    

વધુ એક સિસ્ટમ થઈ સક્રિય ગુજરાતનુ હવામાન કેવું રહેશે આ જિલ્લામાં રવિવાર સુધી આવી શકે છે વરસાદ

હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે, આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજથી બે દિવસ એટલે કે, 17મી તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 124.99 ટકા વરસાદ નોંધાયો છે. જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.3 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 107.88 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.03 ટકા અને સૌરાષ્ટ્રમાં 129.74 ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં 129.18 ટકા વરસાદ ખાબક્યો છે. જોકે, છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે અને આગામી 7 દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, “17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે.

જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટાં પડશે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે.” જે બાદ 18મીથી 21 મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે. પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *