પુતિન તો ના નમ્યા પણ જેલેંસ્કી એ રોક્યું યુદ્ધ અંતે 32 દિવસ બાદ નાટો ને કહી દીધી મોટી વાત - khabarilallive    

પુતિન તો ના નમ્યા પણ જેલેંસ્કી એ રોક્યું યુદ્ધ અંતે 32 દિવસ બાદ નાટો ને કહી દીધી મોટી વાત

યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરૂ થયાને આજે 32 દિવસ થઈ ચુક્યા છે. સોમવારે જંગનો 33મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનું કહેવુ છે કે, તે રશિયાને સુરક્ષા ગેરેન્ટી આપવા, તટસ્થ રહેવા અને ખુદને ન્યૂક્લિયર ફ્રી સ્ટેટ ઘોષિત કરવા માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે આ સૌથી મહત્વનો બિંદુ છે.

તુર્કીમાં આજે ફરી એક વાર આમને સામને આવશે બંને દેશ તુર્કીના ઈસ્તાંબુલમાં બંને દેશોના પ્રતિનિધિઓ આજે ફરી એક વાર આમને સામને બેસીને વાતીચત કરવાના છે. પણ આ વાર્તા પહેલા રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે પુતિનને ગેરવાજબી માગ આગળ ઝૂકશે નહીં.

આ વાર્તા પહેલા રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, જો રશિયા ડિનેજિફિકેશન અને અસૈન્યીકરણની વાત કરશે તો અમે વાતચીતના ટેબલમાં પર બેસીશું જ નહીં. આ વાત અમારી સમજણ બહારની છે. 

જૈવિક હથિયારોના દાવાને ફગાવ્યો રશિયાએ યુક્રેન પર પરમાણુ અને જૈવિક હથિયાર ઝૂંકવી લેવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જેલેંસ્કીએ તેને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, આ એક મજાક છે. અમારી પાસે પરમાણુ હથિયાર નથી. અમારી પાસે જૈવિક પ્રયોગશાળા અને રસાયણિક હથિયાર પણ નથી. આ વસ્તુઓ યુક્રેન પાસે છે જ નહીં.

રશિયા સામે યુક્રેનની સેના ઠંડી પડી જેલેંસ્કીના નિવેદનોથી હવે એવું લાગવા મંડ્યું છે કે, રશિયાના હુમલાથી યુક્રેની સેનાનો જુસ્સો ઠંડો પડવા લાગ્યો છે. હથિયારોની કમીના કારણએ કોઈ પણ દેશ દુશ્મન દેશને ટક્કર આપી શકે છે, અને આપે તો પણ ક્યાં સુધી.

હાલમાં જ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, યુક્રેન રશિયાની મિસાઈલનોની ટક્કરમાં શોટગન અને મશીનગનથી નથી કરતી શકતા. ટેંક વગર, બખ્તરબંધ ગાડીઓ અને ખાસ કરીને જેટ્સ વિના હવે મારિયુપોલને બચાવવું અશક્ય છે.

વ્લાદિમીર મેડિંસ્કીએ કહ્યું કે, શાંતિ વાર્તા મંગળવારથી શરૂ થઈ રહી છે અને બુધવારે સમાપ્ત થશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયાબ એર્દોગને કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે છ વાર્તા બિંદુઓમાંથી ચાર પર સહમતિ થઈ ગઈ છે.

તેમાં યુક્રેનનું નાટોમા શામેલ નહીં થવું, યુક્રેનમાં રશિયન ભાષાનો ઉપયોગ, નિરસ્તીકરણ અને સુરક્ષા ગેરેન્ટી સામેલ છે. જો કે, યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયા સાથે પ્રમુખ બિંદુઓ પર કોઈ સહમતિ નથી બની. બંને દેશો વચ્ચે કેટલીય વારની વાર્તામાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *