ધ કાશ્મીર ફાઈલ મૂવી પર નવાઝઉદીન સિદ્દીકી એ આપ્યું રીએકશન જાણીને તમને પણ નવાઈ લાગશે - khabarilallive    

ધ કાશ્મીર ફાઈલ મૂવી પર નવાઝઉદીન સિદ્દીકી એ આપ્યું રીએકશન જાણીને તમને પણ નવાઈ લાગશે

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટરે કહ્યું, તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તે ચોક્કસ જોશે. નવાઝુદ્દીને કોઈપણ ડાયરેક્ટરને પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે ફિલ્મ બનાવવાના અધિકારને પણ ડિફેન્ડ કર્યો.

ધ કાશ્મીર ફાઈલ્સ’ પર નવાઝુદ્દીનની પ્રતિક્રિયા
એક ઈન્ટરવ્યુમાં જ્યારે નવાજને પૂછવામાં આવ્યું કે, તે આ ફિલ્મ કેમ જોશે તો અભિનેતાએ કહ્યું, “જો લોકો તેને જોઈ રહ્યા છે, તો હું પણ જોઈશ”.

આગળ તેને પૂછવામાં આવ્યું કે શું બોલિવૂડનો એક ભાગ ફિલ્મના વિરોધમાં છે? તો તેના જવાબમાં તેણે કહ્યું, એ મને નથી ખબર, પરંતુ દરેક ફિલ્મને બનાવવા માટે દરેક ડાયરેક્ટરની પોતાની સ્ટાઈલ અને દૃષ્ટિકોણ હોય છે.

તેણે પોતાના દૃષ્ટિકોણથી ફિલ્મ બનાવી આગળ પણ ડાયરેક્ટર પોતાના દૃષ્ટિકોણથી ફિલ્મ બનાવશે. મેં આ ફિલ્મ જોઈ નથી, પરંતુ ફિલ્મોમાં અમુક વસ્તુ જોડવામાં પણ આવે છે. જ્યારે નિર્દેશક આવી ફિલ્મ બનાવશે તો સ્વાભાવિક છે ફેક્ટ ચેક કરીને બનાવશે.

નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં નેટફ્લિક્સ પર આવેલી સુધીર મિશ્રાની ‘સીરિયસ મેન’માં જોવા મળ્યો હતો. એક્ટર 29 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘હીરોપંતી 2’માં તારા સુતારિયા અને ટાઈગર શ્રોફની સાથે જોવા મળશે.

તેણે કંગના રનૌતના પ્રોડક્શનની ફિલ્મ ‘ટીકૂ વેડ્સ શેરૂ’નું પણ કામ પૂરું કરી લીધું છે, જેમાં તેની સાથે અવનીત કૌર હશે. તે સિવાય નવાઝુદ્દીનની પાસે ‘જોગીરા સારા રા રા’ અને ‘બોલે ચૂડિયાં’ જેવી ફિલ્મો પણ છે.

ધ કાશ્મીર ફાઈલ્સ 11 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તે 1990માં કાશ્મીર ઘાટીમાંથી પંડિતોના પલાયનની દર્દનાક કહાની પર આધારિત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. 15 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે, રિલીઝના માત્ર 15 દિવસમાં જ 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. તેને વીકેન્ડની સાથે વર્કિંગ ડેઝમાં પણ બમ્પર કમાણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *