વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદી આફતના એંધાણ આ શહેરોમાં જામશે વરસાદી માહોલ - khabarilallive    

વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદી આફતના એંધાણ આ શહેરોમાં જામશે વરસાદી માહોલ

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

તે ઉપરાંત દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે.કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે બંધની સપાટી છેલ્લા 24 કલાકમાં 42 સે.મી જેટલી વધી છે.હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધશે.નર્મદા ડેમની સપાટી 120.22 મીટરે પહોંચી છે.

નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા સરદાર સરોવરમાં પાણી આવ્યું છે.ઉપરવાસમાંથી 35 હજાર 696  ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 1198 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે.જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું છે.CHPHનું માત્ર 1 યુનિટ અત્યારે કાર્યરત છે.

ઉકાઇ ડેમના 6 દરવાજા ખોલાયા 
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તાપીના ઉકાઇ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજા માંથી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. હાલ ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે ડેમ માંથી 60 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમની જળસપાટી 333.05 ફૂટ પર પહોંચી છે..અને ડેમની રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું  છે.અને તાપી નદીની આસપાસના ગામોને પણ અલર્ટ કરાયા છે.

નવસારી પૂર અસરગ્રસ્તો આવાસની કરી રહ્યા છે માંગ.નવસારી અને ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા પુરની સ્થિતિ બનતા દેવધા ગામનું વલ્લભ ફળિયાનાં 150 ઘરો વધુ પર પ્રભાવિત થયા હતા. જેમને તાત્કાલિક ગામની શાળામાં આશરો લેવો પડ્યો હતો, જ્યારે કેટલાક પોતાના ઘરના છાપરે ચઢી ગયા હતા.

નદીની બાજુમાં જ રહેતા હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસીઓએ પુરનો સામનો કરવો પડે છે. વર્ષોથી આવાસની માંગ હોવા છતાં આવાસ ફાળવવા છતાં બનતા ન હોવાની ફરીયાદો છે.  તંત્ર દ્વારા 4 દિવસની સહાય અને તેપણ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિનના 100 રૂપિયા પ્રમાણે સહાય આપવામાં આવી છે. પરંતુ લોકોની માગ છે કે સરકાર અમારા માટે આવાસની ફાળવણી કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *