રિટાયરમેન્ટ બાદ ફરી એક વખત ગુજરાતનો આ ખેલાડી મેદાનમાં કરશે વાપસી દરેક ગુજરાતી નામ જાણીને થશે ખુશ
ભારતના સ્ટાર વિકેટકીપર પાર્થિવ પટેલે તેના રિટાયરમેન્ટ પછી ફરી એક વખત મેદાનમાં આવવા માટે મન બનાવી લીધું છે. તેઓ લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ભાગ લેતા જોવા મળશે. પાર્થિવ પટેલ સિવાય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, ઓલરાઉન્ડર રીતીંદર સોઢી અને બંગાળના પૂર્વ બોલર અશોક ડીંડા પણ આ ખેલમાં ભાગ લેતા નજર આવશે.
બે વર્ષ પહેલા રિટાયરમેન્ટ
પાર્થિવ પટેલે વર્ષ 2020માં ક્રિકેટ માંથી રીટાયરમેન્ટ લીધું હતું. પાર્થિવની વિકેટ કીપીંગ સ્કિલ ખૂબ જ કમાલ છે. એમને ભારતીય ટીમમાં તેનું ડેબ્યૂ 2002માં ઈંગ્લેન્ડ સામે કર્યું હતું. એ સમયે પાર્થિવની ઉંમર ફક્ત 17 વર્ષ હતી અને ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી યુવા વિકેટકીપર અને બેટર બન્યા હતા.
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યા
પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ અને 38 વનડે ઇન્ટરનેશલ મેચ રમ્યા છે. ટેસ્ટમાં પાર્થિવે 934 અને વન ડેમાં 736 રન બનાવ્યા છે. પાર્થિવે બે ઇન્ટરનેશનલ મેચમાં પણ હિસ્સો લીધો હતો. ટેસ્ટ મેચમાં એમને 62 કેચ પકડ્યા છે અને 10 સ્ટંપ પાડીને વિકેટ લીધી છે.
આઈપીએલમાં પાર્થિવે ઘણી ટીમ માટે મેચ રમ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈજ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમમાં શામેલ થયા હતા. હાલ તેઓ લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ફરી પરત ફરી રહ્યા છે.
આ ખેલાડી પણ સાથે હશે
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન થીસારા પરેરા પણ આ લીગમાં શામેલ થવા જઈ રહ્યા છે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં શામેલ થવા પર મિચેલ જોન્સને કહ્યું કે, ‘લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2 સાથે મેદાનમાં પરત ફરવાનો અનુભવ ઘણો સારો હશે. આ એક્ નવું ફૉર્મટ છે અને ત્યાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ એક્ સાથે નજર આવશે.’