ભરપૂર મેઘો વરસ્યા બાદ ફરી વરસાદને લઈને અંબાલાલ ની મોટી આગાહી ખેડૂતોને મળશે રાહત - khabarilallive    

ભરપૂર મેઘો વરસ્યા બાદ ફરી વરસાદને લઈને અંબાલાલ ની મોટી આગાહી ખેડૂતોને મળશે રાહત

ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે. ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં સરેરાશ 56.13 ટકા વરસાદ નોંધાયો.ગુજરાતના મોટા ભાગના ડેમો ભરાય ગયા છે. આ સાથે નદીઓ બે કાંઠે વહી રહી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ છૂટો છવાયા વરસાદી ઝાંપટાની  શકયતા છે. પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદી પાણી સુકાઈ તે પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 જુલાઈના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. તેમાંથી 24થી 26 દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી  અતિ ભારે વરસાદની શક્યતા છે.

બિહારના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગયો નથી પણ 22 જુલાઈથી વરસાદના સંજોગો છે. હજુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદ ઓછો છે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.20 જુલાઈ બાદ વરસાદનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે.

કૃષિ પાકનો ઉગાવો સારો થઈ શકે ત્યારબાદ ઓગસ્ટ ની શરૂઆતમાં નક્ષત્રમાં વરસાદ થતાં જમીનમાં ભેજ સચવાશે આ વરસાદથી ભાલકાંઠાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગો વરસાદ થશે ધંધુકા સુરેન્દ્રનગર મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થશે હજુ ધંધુકા અને ધોળકામાં સારા વરસાદ પણ થશે પાટડી દસાડા ના ભાગોમાં પણ સારો વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *