સમુદ્રમાં લોપ્રેશર થયું સક્રિય હવે બન્યું ડિપ્રેશન ગુજરાત ઉપર શું થશે અસર માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ - khabarilallive    

સમુદ્રમાં લોપ્રેશર થયું સક્રિય હવે બન્યું ડિપ્રેશન ગુજરાત ઉપર શું થશે અસર માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

રાજ્યમાં આજની સ્થિતિએ સિઝનને સરેરાશ 50 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 17મી જુલાઈથી રાજ્યમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થશે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે. જોકે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં થાય. કારણ કે ડિપ્રેશન સમુદ્ર વિસ્તારમાં છે, જમીન પર નહીં.હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે માત્ર પોરબંદર, જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના છે.

બીજી તરફ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અહીં ભારે વરસાદની કોઈ આગાહી નથી.

ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ૫૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 16 જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે 6:00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં 140 મિ.મી., કપરાડામાં 127 મિ.મી. મળી કુલ બે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *