ધણધણી ઉઠી ગુજરાતની ધરતી એક તરફ વરસાદી અફાત સાથે આ જગ્યાએ ભૂકંપ ના જોરદાર ઝટકા
જિલ્લાના કેવડિયા નજીકની ધરા ધણધણી હોવાનુ સામે આવ્યું છે. કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સરદાર સરોવર ડેમથી 30 કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું.
નોંધનિય છે કે બપોરે 2 વાગ્યા આસપાસ સ્થાનિક લોકોને ભૂકંપનો આહેસાસ થયો હતો. જેને લઇને આ પંથકના બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતા. ઉપરાંત સાંકળી શેરીઓમા ભૂકંપ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત
ભૂકંપને પગલે નર્મદા ડેમને કોઈ જોખમ નથી પણ નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ ન તૂટે તેવો મજબૂત બનાવાયો છે. વધુમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર પણ 6.5ની તીવ્રતાના ભૂકંપ.
કલાકના 220 કિ.મી.ની ઝડપે વાતા વાયરાની પણ અસર ન થાય તેવી મજબૂત બનાવાઇ છે. નોંધનિય છે કે, પ્રતિમાના નિર્માણ વેળાએ 85 ટકા જેટલો તાંબાની ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આથી તેને હજારો વર્ષ સુધી કાટ ન લાગે તેવો દાવો કરાયો છે.