બાબા વેંગાની 2022માં વરસાદને લઈને કરી હતી ભવિષ્યવાણી આજ સુધીની તમામ વાણી પડી છે સાચી
બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી.બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. તેમણે નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. હવે એવુ લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે.
2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે. યુરોપમાં પાણીની અછત અને ભારે દુકાળ બાબા વેંગાએ એવુ પણ જણાવ્યું કે વિશ્વમાં ઘણા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે. જે યુરોપમાં થતા દેખાઇ રહ્યું છે.
પુર્તગાલમાં પાણીની અછત છે અને ભારે દુકાળ છે. ગરમી એટલી વધારે છે કે અનેક જગ્યાએ જંગલમાં આગની ઘટના સામે આવી છે. તો ઈટાલીમાં 1950ના દાયકા બાદનો સૌથી ખરાબ દુકાળ જોવા મળ્યો છે. બાબા વેંગાની 2022ની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે.
આ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ
આ ઉપરાંત બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે સાઇબેરિયામાંથી એક નવો અને ઘાતક વાયરસ નિકળશે. એલિયન એટેક અને તીડના હુમલાની પણ તેમણે ચેતવણી આપી હતી.
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનુ મોત થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે વેંગા જીવિત હતો ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછાડ્યા હતા. ત્યારબાદ તેનુ જીવન બદલાઈ ગયુ.