હવામાન આગાહી ગુજરાતના આ 11 જિલ્લાઓ રહે સતર્ક ભારે વરસાદની છે એલર્ટ - khabarilallive    

હવામાન આગાહી ગુજરાતના આ 11 જિલ્લાઓ રહે સતર્ક ભારે વરસાદની છે એલર્ટ

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.

પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી. ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ. અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે.

આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યેલ્લો એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ કરાયું છે. આગાહીને ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩ જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વાગરા તાલુકામાં 233 મિ.મી., અંજારમાં 212 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભુજમાં 197 મિ.મી, વઘઈમાં 174 મિ.મી, ગાંધીધામમાં 171 મિ.મી, વાંસદામાં 165 મિ.મી, આહવામાં 160 મિ.મી, કરજણમાં 149મિ.મી મળી કુલ સાત તાલુકાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સાવધાન રહેવું? દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા,દીવ, અમરેલી, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ગણવી. સાથે અમદાવાદ, ઉત્તર સુરેન્દ્રનગર, મોરબી, હિંમતનગર આજુબાજુના વિસ્તારને પણ વરસાદ માટે થોડું તૈયાર રહેવું. 

15 તારીખે પણ બપોર સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળશે, ત્યાર પછી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિઓ જાણી શકે અને સતર્ક રહે તે માટે માહિતી ખાસ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *