ગુજરાતના આ જિલ્લાનો વરસાદે લીધો ઉધડો NDRF ની ટીમ ઉતરી બચાવ માટે હજી પણ આ વિસ્તારોમાં એલર્ટ
સમગ્ર ગુજરાતમાં વરસાદી પારી ચાલુ થઇ ગઈ છે ત્યારે આપનો સૌથી સુકો પ્રદેશ કચ્છમાં પણ ખુબ વરસાદ જોવા મળ્યો છે, કચ્છમાં મુશળધાર વરસાદ વચ્ચે 51 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વિજય સાગર ડેમ ઓવરફ્લો થતા રેસ્ક્યૂ કરવું પડ્યું હતું. NDRFની ટીમે રેસ્ક્યૂ કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ ઓવરફલો થયો હતો.
હોસ્પીટલમાં ભરાયા પાણી
વરસાદી માહોલ વચ્ચે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા હોસ્પિટલમાં રહેલ લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ અદાણી સંચાલિત હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ પાણી ભરાયા હતા.
દુકાનોમાં ઘુસ્યા પાણી ગાંધીધામમાં પણ સારો વરસાદ હતો ત્યારે શહેરની મુખ્યબજારમાં વરસાદી પાણી ભરાયા હતા. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેવી લાગી રહ્યું છે. ત્યાની બજારમાં આવેલી દુકાનમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા. લોકોને દુકાનોમાંથી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.
વિજય સાગર ડેમ ઓવરફ્લો
માંડવી તાલુકાનો સૌથી મોટો વિજય સાગર ડેમ ઓવરફ્લો થયો હતો જેના લીધે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. ઉપરવાસમાં વધુ વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો જેના લીધે ડેમ પોતાની સપાટી વટાવીને ઓવરફલો કર્યો હતો. નાના-મોટા આસંબિયા, જખણીયા, કોડાય, નાની-મોટી રાયણ અને નાગલપર ગામને કરાયા એલર્ટ.