લો પ્રેશર ની અસર થશે આટલા જિલ્લાઓમાં 28 જુલાઈ સુધી રહેશે વરસાદી માહોલ - khabarilallive
     

લો પ્રેશર ની અસર થશે આટલા જિલ્લાઓમાં 28 જુલાઈ સુધી રહેશે વરસાદી માહોલ

લો પ્રેશરની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

લો પ્રેશરની અસરથી શુક્રવારે મોડી રાતથી અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થશે તેમજ શનિવાર-રવિવારે મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં  ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં રેડ એલર્ડની જાહેર કર્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ માટે દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 23 જુલીથી 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળશે.

રાજ્યના કચ્છ બાજુના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર તેમ જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની ધારણા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *