કોમેડિયન કપિલ શર્મા આવ્યા સંકટમાં અમેરિકા માં કર્યું એવું કામ થઈ થઈ ગયો કેસ - khabarilallive    

કોમેડિયન કપિલ શર્મા આવ્યા સંકટમાં અમેરિકા માં કર્યું એવું કામ થઈ થઈ ગયો કેસ

કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ તોડવા બદલ નોર્થ અમેરિકામાં કેસ કરવામાં આવ્યો છે. 2015માં કપિલને અમેરિકામાં છ શો કરવાના પૈસા આપ્યા હતા અને તેને માત્ર પાંચ જ શો પર્ફોર્મ કરી શક્યો હતો. કપિલે આયોજકોને નુકસાનની ભરપાઈ કરવાનું વચન પણ આપ્યું હતું. જોકે, તેણે આજ સુધી નુકસાન ભરપાઈ કર્યું નથી.

સાઈ યુએસએ ઇંકના શોસિયાલ.મીડિયા પેજમાં કેસ અંગે વાત કરવામાં આવી હતી. પેજમાં કહેવામાં આવ્યું હતું.સાઈ યુએસએ ઇંકે 2015માં થયેલા કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન બદલ કપિલ શર્મા વિરુદ્ધ કેસ કર્યો છે.

વચન પૂરા ના થતાં કેસ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સાઈના અધ્યક્ષ અમિત જેટલીએ કહ્યું હતું કે કપિલે તેમને નુકસાન ભરપાઈ અંગેનું વચન આપ્યું હતું. કપિલે પર્ફોર્મ ના કર્યું અને તેમણે કોર્ટ કેસ પહેલાં અનેકવાર આ કોન્ટ્રાક્ટ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. ન્યૂ યોર્ક કોર્ટમાં આ કેસ હજી પણ પેન્ડિંગ છે.

કપિલની ટીમ હાલમાં ટૂર પર છે કપિલ શર્માની ટીમ હાલમાં કેનેડામાં ટૂર પર છે. કપિલની સાથે સુમોના ચક્રવર્તી, રાજીવ ઠાકુર, કિકુ શારદા, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક છે. કપિલની ટીમે વાનકુવર તથા ટોરેન્ટોમાં પર્ફોર્મ કર્યું હતું.

5 જૂને લાસ્ટ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો
કપિલ શર્માના શોનો લાસ્ટ એપિસોડ 5 જૂનના રોજ ટેલિકાસ્ટ થયો હતો. કપિલ નોર્થ અમેરિકાની ટૂર પૂરી કરીને ભારત પરત ફરશે, પછી નવી સિઝનની જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *