દેશમાં રાજઘરાણામા પહેલી વાર બન્યું આવુ રાજપીપળાના કુંવરે ધામધૂમથી કર્યા સમલૈંગિક લગ્ન - khabarilallive    

દેશમાં રાજઘરાણામા પહેલી વાર બન્યું આવુ રાજપીપળાના કુંવરે ધામધૂમથી કર્યા સમલૈંગિક લગ્ન

માનવેન્દ્રસિંહ ગોહિલ- ડીએન્ડ્રે રિચર્ડ્સએ કર્યા લગ્ન રાજપીપળાના ગે (સમલૈંગિક) કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા. ડીએન્ડ્રે રિચર્ડ્સ આ અંગે ફોટોસ શેર કર્યા હતા. જેમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે.

સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને આપી માહિતી માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહી રહ્યા છે. આ બંનેએ લગ્ન કર્યા હોવાની વાત અનેકવાર કરી હતી પરંતુ ક્યારેય તેમણે લગ્ન કર્યા હોવાની વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં રિચર્ડ્સે મેરેજ કર્યા હોવાની કબૂલાત કરી છે.

બંનેના લગ્નના ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ સોશિયલ મીડિયામાં મુક્યું છે. 6 જુલાઇના રોજ તેઓ લગ્ન કર્યા હોવાનું સર્ટીમાં જોવા મળી રહ્યું છે જેમાં લગ્ન સ્થળ અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ દર્શાવવામાં આવ્યું છે. 

દેશના પ્રથમ ગે(સમલૈંગિક) પ્રિન્સ
મહત્વનું છે કે  રાજપીપળાના ‘ગે’ (સમલૈંગિક) પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ કદાચ દેશના પહેલા એવા રાજકુમાર છે, જેમણે ‘ગે’ હોવાની વાત પોતેજ સ્વીકારી હતી. ત્યારબાદથી માત્ર ગુજરાતમાં જ નહીં હવે દેશ-વિદેશમાં પણ માનવેન્દ્ર ‘ગે’ પ્રિન્સના રૂપમાં ઓળખવા લાગ્યા છે.

તે સમલૈંગિકના લાભ માટે કોઈને કોઈ કાર્યો કરતા જ રહે છે. રાજપીપળામાં સમલૈંગિક માટે એક વૃદ્ધાશ્રમ પણ શરૂ કર્યો છે. આ આશ્રમનું નામ અમેરિકન લેખિકા ‘જેનેટ’ પર રાખવામાં આવ્યું છે. આ ભારત જ નહીં પરંતુ આખા એશિયાનું પહેલું ‘ગે’ આશ્રમ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *