હવામાન વિભાગની આગાહી અમદાવાદ થયું જળબંબાકાર હવે આ વિસ્તારોમાં થશે ચક્રવાત સાથે વરસાદ - khabarilallive    

હવામાન વિભાગની આગાહી અમદાવાદ થયું જળબંબાકાર હવે આ વિસ્તારોમાં થશે ચક્રવાત સાથે વરસાદ

7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડિપ્લોય કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ રાજ્યમાં NDRFની 9 ટીમો તહેનાત છે.

7થી 10 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.

ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. રાજ્યનાં 206 જળાશય પૈકીના ત્રણ ડેમમાં વિવિધ એલર્ટનાં સિગ્નલ અપાયાં છે. સરદાર સરોવર ડેમમાં 1,43,919 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 43.08 ટકા છે.

રાજ્યનાં 206 જળાશયમાં 1,89,345 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા છે. નર્મદા વિભાગનાં સૂત્રો કહે છે કે એક ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે, એક ડેમમાં 80થી 90 ટકા અને એક ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. રાજ્યમાં વાપરવાલાયક પાણીનો સંગ્રહ માંડ 22.56 ટકા જ છે.

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા 5મી જુલાઈથી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટિન મુજબ સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે, સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *