તારક મહેતા શો માં બેઠી પનોતી રણવીરસિંહ સાથે કામ મળતા આ એકટર એ પણ શો મૂકી દીધો - khabarilallive    

તારક મહેતા શો માં બેઠી પનોતી રણવીરસિંહ સાથે કામ મળતા આ એકટર એ પણ શો મૂકી દીધો

પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત TRP લિસ્ટમાં રહે છે. આ શો એટલો લોકપ્રિય છે કે તે તેના 14 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ 14 વર્ષોમાં આ શોએ ઘણી વખત સફળતાની નવી વ્યાખ્યાઓ બનાવી છે. ત્યાં જ આ શોના ફેન્સને સતત ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. 

શોના દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા 5 વર્ષથી ગાયબ છે. જ્યારે તાજેતરમાં શોના સૂત્રધાર તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. ત્યારે હવે ગોકુલધામ સોસાયટીના ટપ્પુ સેનાના નેતા ટપ્પુ એટલે કે રાજ અનાદકટ પણ આ શોમાંથી વિદાય લેવા જઈ રહ્યા છે.

અત્યાર સુધી એવી ઘણી અટકળો બહાર આવી રહી હતી કે ટપ્પુ એટલે કે રાજ અનાદકટ આ શોને વિદાય આપવા જઈ રહ્યો છે. પરંતુ હવે તે લગભગ કન્ફર્મ થઈ ગયું છે. કારણ કે રાજે પોતે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ શેર કરી છે.

જેના કારણે લોકોને વિશ્વાસ થઈ રહ્યો છે કે તે શો છોડી રહ્યો છે. રાજે સુપરસ્ટાર રણવીર સિંહ સાથેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેના કારણે લોકોને લાગે છે કે તે હવે એક મોટા પ્રોજેક્ટમાં જોડાઈ ગયો છે અને હવે તે શોમાં જોવા નહીં મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *