અમદાવાદમાં વરસાદે બોલાવ્યો ઝપાટો કડાકા ભડાકા સાથે વરસાદ આ જિલ્લામાં આવનાર બે દિવસ ભારે આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં આજે અમદાવાદ સહિત રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવામાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે બપોરે કરેલી આગાહીમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી સાથે આજે તથા આગામી દિવસો માટે યલો એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે.અમદાવાદમાં મેઘરાજાની ગડગડાટ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
જેમાં હેરનના જોધપુર, પ્રહ્લાદનગર, શિવરંજની, ગોતા, બોડકદેવ,ઈસ્કોન સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને સાંજ પડતા જ ઠેરઠેર ધીમીધારે વરસાદ શરુ થયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
શહેરમાં ઓફિસ છૂટવાના સમયે વરસાદ થતા ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો લોકો કરી રહ્યા છે.શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં તથા રોડ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ શરુ થઈ ગઈ છે.ઓફિસવાળા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાનું પણ વરસાદના કારણે શરુ થયું છે.