ગુજરાત રાજ્યમાં બે દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે પડશે ધોધમાર વરસાદ
રાજયના દરિયા કિનારે ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. થોડા દિવસ પવનની ગતિ વધી શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.
આગાહીના પગલે તંત્રએ એલર્ટ આપ્યું છે. ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે કે, 5મી જુલાઇ સુધી અમદાવાદ સહિતના રાજ્યમાં ઝાપટાંથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી છે.જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે તારીખ પહેલી જુલાઇ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે.
જેના કારણે સમુદ્રમાં ડિપ્રેસનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જીલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કેટલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ સવારે 75 ટકા જ્યારે સાંજે 61 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આજે