અમદાવાદમાં બન્યો સિરિયલ જેવો કિસ્સો વહુ ગોવા ફરવા જતા સાસુ એ ફેસબૂક પર મૂકી દીધું વહુ વિશે એવું કે હોબાળો મચી ગયો - khabarilallive    

અમદાવાદમાં બન્યો સિરિયલ જેવો કિસ્સો વહુ ગોવા ફરવા જતા સાસુ એ ફેસબૂક પર મૂકી દીધું વહુ વિશે એવું કે હોબાળો મચી ગયો

ટીવી સિરિયલ જેવો બનાવ સામાન્ય જીવનમાં બનતા પોલીસ ચોપડે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ બાબતોને લઈને ત્રાસ આપનાર સાસુ સામે હવે પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી છે. સાસુના અત્યાચાર બાદ પુત્રવધૂએ બેથી ત્રણ વાર ઘર બદલવાની ફરજ પડી હતી.

આટલું જ નહીં, યુવતી તેના પતિ સાથે ગોવા ફરવા ગઈ હતી ત્યારે પતિએ સ્ટેટ્સમાં વીડિયો મૂક્યો હતો. જેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી સાસુએ ફેસબુક પર ‘શરાબી’ લખીને તે વીડીયો અપલોડ કર્યો હતો. સમગ્ર મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીનો પતિ જીમ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. લગ્ન બાદ યુવતીની સાસુએ ટીવી, બાઇક કેમ નથી લાવી અને મારી બહેનોની ગિફ્ટ ક્યાં છે કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સોનુ ઓછું લાવી છે તેમ કહીને પણ સાસુ ત્રાસ આપતી હતી.

સાસુના ત્રાસથી મકાન બદલવાની ફરજ પડી
યુવતી આ મામલે તેના પતિને વાત કરતી તો તે કહેતો કે તેના માતાપિતા આજે નહીં તો કાલે સુધરી જશે. જેથી યુવતી શાંતિ રાખી પરિવારમાં રહેતી હતી. લગ્નના સાતેક વર્ષ થયાં છતાંય યુવતીને બાળક ન હોવાથી સાસુ-સસરા પતિની ચઢામણી કરતા હતા. આથી તેઓ વર્ષ 2018માં ગાંધીનગર પાસે રહેવા જતા રહ્યા હતા.

સાસુ-સસરા પણ ત્યાં રહેવા આવી ગયા. યુવતીનો પતિ સવારથી જીમમાં જતો રહેતો ત્યારે સાસુ-સસરા ઝઘડા કરી ત્રાસ આપતા હતા. બાદમાં પતિ-પત્નીએ ફરી મકાન બદલી સરદારનગરમાં રહેવા આવી ગયા હતા. અહીં મંજૂરી વગર સાસુ-સસરાને સોસાયટીમાં એન્ટ્રી ન હોવાથી તેઓ આવી શકતા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *