સિસ્ટમ હજી પણ વધારે સક્રિય રાજ્યના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ છે ભારે વરસાદની આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 અને 12મી જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે.

હવામાન ખાતની આગાહી પ્રમાણે, 10 જુલાઈએ નવસારી તથા વલસાડમાં 8-8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4થી 8 ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે. 12 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદની સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા તુપાસીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 52 ટકા, સૌરાષ્ટ્રમાં 36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31 ટકા, ઉત્તર ગુજરાતમાં 18 અને મધ્ય ગુજરાતમાં 16 ટકા વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ રાજ્યમાં જે પ્રકારે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે એને જોતાં મેઘરાજા જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.