યુક્રેનમાં આ જગ્યાએ ફસાયેલા લોકો સાથે રશિયાની સેના કરી રહી છે છે એવું કામ જાણીને હચમચી જશો તમે
યુક્રેનની સેના એક મોટા પુલ દ્વારા આ શહેર સુધી પહોંચી રહી હતી. હવે રશિયન સેનાએ આ પુલને ઉડાવીને લોજિસ્ટિક્સનો રસ્તો બંધ કરી દીધો છે. મોટી સંખ્યામાં યુક્રેનિયન સૈનિકો અહીં હાજર છે, પરંતુ તેમની પાસે હથિયારો અને દારૂગોળાની અછત છે.
જો કે રશિયન સેનાને યુક્રેનના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને ખેરસન વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે. પૂર્વી ભાગમાં યુક્રેનની સેનાએ પોતાનો અંકુશ લગભગ ગુમાવી દીધો છે. જો રશિયા આ હિસ્સા પર કબજો જમાવી લેશે તો પૂર્વી યુક્રેન પર તેની પકડ મજબૂત થશે.
આ વિસ્તારમાં પહોંચવામાં રશિયન દળોને ઘણું નુકસાન થયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેવેરોડોનેત્સ્કમાં જે પુલને રશિયન સેનાએ ઉડાવી દીધો હતો તે યુક્રેનની સેના માટે સૌથી મોટો આંચકો છે. અહીં કેટલાક અઠવાડિયાથી લડાઈ ચાલી રહી છે.
અહીં મોટી સંખ્યામાં સામાન્ય લોકો ફસાયેલા છે અને રશિયન સેના તેમના પર અત્યાચાર કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, આ શહેરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવા જોઈએ. કારણ કે તે ગીચ વસ્તી ધરાવતું શહેર છે. થોડા દિવસો પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સેવેરોડોનેત્સ્કને મૃત શહેર ગણાવ્યું હતું.