અંબાલાલ ની આગાહી પડી સાચી ગુજરાતના આ શહેરમાં કડાકા ને ભડાકા સાથે જોરદાર વરસાદનું આગમન - khabarilallive    

અંબાલાલ ની આગાહી પડી સાચી ગુજરાતના આ શહેરમાં કડાકા ને ભડાકા સાથે જોરદાર વરસાદનું આગમન

ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાની સંભાવના હતી પરંતુ ભારતે ચોમાસા માટે વૈશ્વિક હવામાન પર આધાર રાખવો પડે છે, માટે જ પહેલા ચોમાસું વહેલું થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી પરંતુ કેરળથી ચોમાસું ધીમું પડતા હવે ગુજરાતે ચોમાસા માટે રાહ જોવી પડશે. આ બધાની વચ્ચે આગામી અઠવાડિયે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વરસાદ સાથે ગુજરાતમાં ચોમાસું બેઠું કે નહીં તે અંગે હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે. અગાઉ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે. તેમણે 14-15 જૂને સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી અઠવાડિયે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 8 અને 9મી જૂને આ વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે એટલે કે 7 જૂન ના રોજ સુરેન્દ્ર નગર જિલ્લા માં સાંજના સમયે વરસાદનું આગમન થયું છે આ જાણીને દરેક ખેડૂતોમાં ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે.

રાજ્યભરના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. જૂનાગઢ ખાતે મળેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ માં વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો છે. જે પ્રમાણે આ વર્ષે ચોમાસું 12 આની રહેશે. બીજી તરફ જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસી જશે તેવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. તો જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે તેવી શક્યતા છે.

કયા પાકો સારા થવાનું અનુમાન?આ વર્ષે કપાસ, મગફળી, તુવેર, એરંડાનો પાક સારો થવાની શક્યતા રહેલી છે. સોયાબીન અને શિયાળું પાકો પણ સારા થવાનું અનુમાન છે. જૂનાગઢ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીમાં 28મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે. જેમાં નક્ષત્રો, અખા ત્રીજના પવન અને પ્રકૃતિ પરથી આ અનુમાન નક્કી કરવામાં આવે છે. આ પરિસંવાદનમાં તમામ આગાહીકારો ભાગ લે છે. આ વખતે 50 આગાહીકારો આ કાર્યક્રમમાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *