મશહૂર સિંગરની ખુલ્લેઆમ ફૂલ સિક્યોરિટી વચ્ચે ગોળી મારીને હત્યા જનતામાં આક્રોશ સીએમએ કરી શાંતિની અપીલ
પંજાબી રેપરની સુરક્ષા ચાર પોલીસ બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી. આમાંથી બે સુરક્ષા કર્મચારીઓને પંજાબ સરકારે પાછા બોલાવ્યા હતા.
ઘટના સમયે બંને સુરક્ષાકર્મીઓ સાથે ન હતા. સિદ્ધુ હંમેશા બુલેટપ્રુફ વાહન ચલાવતા હતા પરંતુ રવિવારે સાંજે તે પોતાનું થાર જાતે જ ચલાવતા હતા. જોકે થારના ચશ્મા બુલેટપ્રુફ હોવાનું કહેવાય છે.
કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી સ્વીકારી છે. તે ઉત્તર ભારતના પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. લોરેન્સ હાલ રાજસ્થાનની અજમેર જેલમાં બંધ છે. થોડા સમય પહેલા લોરેન્સના નજીકના સાથી વિકી મિદુખેડાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં સામેલ શૂટરોને મૂઝવાલાના મેનેજર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શુભદીપ સિંહ ઉર્ફે ગાયક સિદ્ધુ મુસેવાલા રવિવારે સાંજે 5:45 કલાકે જવાહરકે ગામ પહોંચ્યો ત્યારે સિલ્વર રંગની કાર અને સફેદ રંગની બોલેરોમાં આવેલા શાર્પ શૂટરોએ મુસેવાલા પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે શૂટરોએ લગભગ 10 મિનિટ સુધી ગોળીબાર કર્યો.