લોકો જોઈ રહ્યા હતા જેની આતુરતાથી રાહ અંબાલાલ પટેલ લઈને આવી ગયા છે વરસાદની જોરદાર આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.અગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરશે તેવી શક્યતા છે. સાથે 15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે ચોમાસુ શરૂ થવાની સંભાવના છે.
તેમજ અગામી 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ વરસાદની શક્યતા-અંબાલાલ આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.