ગુજરાતીઓને ગરમીથી મળશે રાહત કેરળમાં વરસાદે કરી એન્ટ્રી ગુજરાતમાં માત્ર આટલા દિવસો માં દેશે દસ્તક - khabarilallive
     

ગુજરાતીઓને ગરમીથી મળશે રાહત કેરળમાં વરસાદે કરી એન્ટ્રી ગુજરાતમાં માત્ર આટલા દિવસો માં દેશે દસ્તક

1 જુને આવતું ચોમાસું 29 મેના દિવસે બેઠું 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે, વિભાગે રવિવારે તેની પુષ્ટિ કરી છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સામાન્ય રીતે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વખતે તે 29 મેના રોજ જ દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે.

આ રીતે તે પોતાની સામાન્ય તારીખના ત્રણ દિવસ પહેલા જ કેરળ પહોંચી ગયું છે. આઇએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત અસાનીના આધારે આગાહી કરી હતી કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

પરંતુ તેમાં બે દિવસનો વિલંબ થયો હતો. તેમ છતાં સામાન્ય રીતે થતા ચોમાસાની એન્ટ્રીના ત્રણ દિવસ પહેલા જ આવી ગયું છે.વરસાદ પણ જરૂરી છે. પુરતા વરસાદના અભાવે નદી-તળાવોમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે.

આ વખતે દેશમાં ચોમાસાની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કારણ કે પ્રિ-મોન્સૂન વરસાદ અપેક્ષા કરતા ઘણો ઓછો રહ્યો છે.હવે મળશે ભીષણ ગરમીમાંથી છૂટકારો. આગામી થોડા દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે એટલે ભીષણ ગરમીમાંથી પણ રાહત મળશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *