કાળઝાળ ગરમીનો અંત કેરળ માં ધોધમાર વરસાદ બાદ ગુજરાતમાં પણ આ તારીખની આગાહી - khabarilallive    

કાળઝાળ ગરમીનો અંત કેરળ માં ધોધમાર વરસાદ બાદ ગુજરાતમાં પણ આ તારીખની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હવે તો વરસાદ ક્યારે આવે તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે શહેરીજનો માટે ગરમીને લઇને રાહતના સમાચાર આવ્યા છે.  ગુજરાતમાં 27 મેથી 29 મે સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે હવે ગરમીને લઇને આગામી બે દિવસ થોડી રાહત ચોક્કસ મળશે. 

હવામાન વિભાગે આ વખતે ચોમાસુ વહેલા બેસી શકે છે તેવી આગાહી કરી છે.   વરસાદ 8 જૂનથી 15 જૂન સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં શરુ થઇ જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવીટીની શરૂઆત થઇ શકે છે.

જી, હા 27 મેથી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. 

હાલમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. 10 જૂન સુધી દ. ભારતના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી જશે. ગુજરાતમાં વરસાદ 10મી જૂનની આસપાસ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. 8મી જૂનથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.  

15મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આદરા નક્ષત્ર પૂર્વે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. એટેલે આ વર્ષે ચોમાસુ થોડુ વ્હેલુ આવી તેવી શક્યતા રહેશે.  ખેડૂતો માટે શરુઆતનો વરસાદ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *