સુરતના અગ્નિકાંડ માં 14 બાળકના જીવ બચવનારને જરૂર પડતાંજ દાનનો ધોધ વહ્યો

3 વર્ષ પહેલાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો, જેમાં ઈજાને કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યો હતો. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે, જેને કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.

બેન્કના હપતા ન ભરાતાં બેન્ક ઘર સીલ કરવા સુધી વાત આવી ગઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌપ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે એટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી.

ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

જતીન કામ કરવા લાયક ન થાય ત્યાં સુધી મદદ કરવાની પણ તૈયારી.ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા.શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા.કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા.બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાબાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી

ઉદાર જાહેરાત.જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી કે જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.’

જતીન નાકરાણીની એક વિદ્યાર્થિનીએ અમેરિકાથી કરી મદદ.તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જિયાણી આવતી હતી. પાયલ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *