જીમ ગયા વગર જ ચરબી ગાયબ કરી દેશે આ કાળા કલરનું નાનકડું ફળ આ રીતે કરો ઉપયોગ
રિસર્ચમાં થયો મોટો ખુલાસો હાલમાં એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એક ખાસ ફળનું સેવન બેલી ફેટને ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલેકે હવે પેટની ચરબી ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી. અઠવાડિયામાં 5 દિવસ જો તમે 30 મિનિટ સુધી પગપાળા ચાલો તો આ મહત્વનું છે.
ઈંગ્લેન્ડની ચિચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બેલી ફેટ સાથે જોડાયેલુ આ રિસર્ચ કર્યુ છે, જેમાં દરરોજ અડધો કલાક ફાસ્ટ ચાલતી મહિલાઓ સામેલ રહી છે. આ મહિલાઓને 600 mg ન્યુઝીલેન્ડ બ્લેકકરન્ટ અર્ક આપવામાં આવ્યું. જેને સુપરફૂડ માનવામાં આવે છે, જેમાં હાઈએન્થોસાયનિન લેવલ હોય છે, જે પૉલીફેનોલની એક ઉપશ્રેણી છે, જેનાથી ફળ-શાકભાજીઓને તેમનો રંગ મળે છે.
બ્લેકકરન્ટ કેમ છે લાભકારક?
બ્લેકકરન્ટમાં મળતા એન્થોસાયનિન રક્ત સંચાર વધારવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકો મુજબ આ સપ્લીમેન્ટ દ્વારા પેટની ચરબી ઘટાડવામાં 25 ટકા સુધી સફળતા પ્રાપ્ત થઈ. અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એક જેવી પ્રવૃત્તિ કર્યા બાદ પણ પુરૂષોની તુલનામાં મહિલાઓને ચરબી ઘટાડવાના દર ડબલથી વધુ રહ્યાં.
બ્લેકકરન્ટને સુકા અને બીજ વગરની કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે, જેને બ્લેક કોરિન્થ કહે છે. જેનો ટેસ્ટ મીઠો અને તીખો બંને હોઇ શકે છે. આ ફળના સેવનથી ઈમ્યુનિટી વધે છે અને સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થાય છે.