જલ્દી થી તમારી પત્નીના નામે ખોલાવી દો આ એક એકાઉન્ટ દર મહિને આવશે ખાતામાં 40 હજાર જાણો વિગતવાર
તમારી પત્નીને દર મહીને મળશે 44,793 રૂપિય જો તમે ઈચ્છો છો કે, તમારી પત્ની આત્મનિર્ભર બને કે જેથી તમારી ગેરહાજરીમાં ઘરમાં નિયમિત આવક શરૂ રહે અને ભવિષ્યમાં તમારી પત્ની પૈસા માટે કોઈના પર નિર્ભર ના રહે તો તમે આજે જ તેની માટે નિયમિત આવક (Regular Income) ની વ્યવસ્થા કરી શકો છો. એ માટે તમારે નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) માં રોકાણ કરવું પડશે.
પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ખોલાવો તમે તમારી પત્નીનાં નામે નવું પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર એકસાથે રકમ આપશે. આ સાથે જ તેમને દર મહિને પેન્શનના રૂપમાં નિયમિત આવક પણ થશે.
માત્ર એટલું જ નહીં પરંતુ NPS એકાઉન્ટથી સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે, તમારી પત્નીને દર મહિને કેટલું પેન્શન મળશે. આ સાથે તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈના પર નિર્ભર પણ નહીં રહે. ત્યારે અહીં વિગતવાર જોઇશું કે આખરે શું છે આ યોજના….
તમે નવી પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટમાં તમારી સુવિધા અનુસાર દર મહિને અથવા તો વાર્ષિક નાણાં પણ જમા કરાવી શકો છો. એ માટે તમે માત્ર 1,000 રૂપિયાથી લઇને તમારી પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ 60 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે. નવા નિયમો હેઠળ, જો તમે ઇચ્છો તો તમે પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી NPS એકાઉન્ટ ચલાવી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમારી પત્નીની ઉંમર 30 વર્ષની છે અને તમે તેના NPS ખાતામાં દર મહિને રૂ. 5000 નું રોકાણ કરો છો. ત્યારે તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા વળતર મળે છે, તો 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે.
આમાંથી તેઓને લગભગ 45 લાખ રૂપિયા મળશે. એ સિવાય તેઓને દર મહિને લગભગ 45,000 રૂપિયાની આસપાસ પેન્શન મળવાનું શરૂ થઇ જશે. એ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે, તેમને આજીવન આ પેન્શન મળતું રહેશે.
NPS એ કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના (Social Security Scheme) છે. તમે આ સ્કીમમાં જે નાણાંનું રોકાણ કરો છો તેનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને આની જવાબદારી આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં NPS માં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, તમે આ યોજના અંતર્ગત રોકાણ કરો છો તો તે નાણાં પર વળતરની ગેરંટી નથી આપવામાં આવતી. ફાઇનાન્શિયલ પ્લાનર્સનાં મતે, NPS એ તેની શરૂઆતથી જ અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક 10થી 11 ટકા વળતર આપ્યું છે.