ગુજરાતમાં હવામાન વિભાગની નવી આગાહી ૧૨ ૧૩ તારીખે ગુજરાતમાં આ વિસ્તારોમાં આવશે જોરદાર વરસાદ - khabarilallive    

ગુજરાતમાં હવામાન વિભાગની નવી આગાહી ૧૨ ૧૩ તારીખે ગુજરાતમાં આ વિસ્તારોમાં આવશે જોરદાર વરસાદ

આવામાં ગુજરાતમાં હવામાનની શું સ્થિતિ છે તે અંગે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા કેટલીક જરુરી માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતાઓ સાથે વરસાદની સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આજે ભરબપોરે અંબાજીમાં વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય જણાવે છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે.હળવા વરસાદની સંભાવનાઓ છે તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. હળવા વરસાદની શક્યતાઓ પહેલા રાજ્યમાં આકરી ગરમીની સંભાવનાઓ છે જેમાં કેટલાક વિસ્તારમાં હીટવેવની પણ શક્યતાઓ છે જેમાં દીવ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

અહીં 7 અને 8 મે એમ બે દિવસ હીટવેવ રહેવાની શક્યતાઓ છે.ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 અને ગાંધીનગરમાં 40.6 ડિગ્રી નોંધાયું હતું.

આજે ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી જવાની સંભાવનાઓ છે.ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે. આમ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ સાથે 12 અને 13 તારીખે ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

દિલ્હી એનસીઆર, ખાસ કરીને હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 10 થી 12 મે વચ્ચે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગની હવામાન પ્રવૃત્તિઓ જેમ કે વરસાદ, તોફાન, કરા, ભારે પવન, વીજળી મોડી રાત્રે અથવા સવારે થશે. આથી એકાદ-બે દિવસ સિવાય ગરમીમાંથી કોઈ મોટી રાહત મળવાની આશા નથી. આગામી સપ્તાહ ચાલુ સપ્તાહ કરતાં પણ વધુ ગરમ રહેવાની ધારણા છે.

10મી સુધીમાં દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશમાં ગરમી ચરમસીમાએ હશે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જો કે, 10 થી 12 મે વચ્ચે મોસમી ગતિવિધિઓની અસર દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. પરંતુ 2 દિવસ સુધી રાહત મળ્યા બાદ ફરી એકવાર આ રાજ્યોમાં હીટ વેવની શક્યતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *