નવી આગાહી હચમચાવી દેશે કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું ગુજરાતના દરિયામાં ઉઠશે તોફાન - khabarilallive    

નવી આગાહી હચમચાવી દેશે કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું ગુજરાતના દરિયામાં ઉઠશે તોફાન

હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે. આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં ઍન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ અટકળો શરૂ થઈ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે.

એક તરફ ચોમાસું ઝડપથી અને સમયસર આગળ વધી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. ચોમાસા પહેલાં મે મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. વાવાઝોડાં માટે મે મહિનો સૌથી વધારે અનુકૂળ હોય છે.

હવામાન વિભાગે પણ પુષ્ટી કરી છે કે બંગાળની ખાડીમાં 22 મેના રોજ એક સિસ્ટમ સર્જાશે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે.Vહવામાનનાં કેટલાંક મૉડલ એવું પણ દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે.

ખરેખર બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાનું છે અને તેની અસર ગુજરાત સુધી થશે. હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મેના રોજ એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જોકે, હજી સુધી હવામાન વિભાગે એવું કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર તે ત્રાટકશે અથવા તેની અસર કયા વિસ્તારો પર થશે.

જોકે, હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ આગળ વધતાં મજબૂત બનશે અને કદાચ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ગ્લોબલ ફૉરકાસ્ટ સિસ્ટમ (GFS) હાલની સ્થિતિ પ્રમાણે દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બનશે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

જ્યારે યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ ફૉરકાસ્ટ (ECMWF) પણ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. આ મૉડલ પ્રમાણે પણ સિસ્ટમ ઓડિશા કે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પર ટકરાય તેવી સંભાવના છે.

ઍક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય અથવા તેનાથી પણ મજબૂત બને તેવી શક્યતા છે.સામાન્ય રીતે વાવાઝોડું દરિયાકાંઠે ટકારાયા બાદ જમીન પર આવ્યા બાદ પવનની ગતિ ધીમી પડી જતી હોય છે અને ત્યારબાદ નબળી પડી ગયેલી સિસ્ટમ આગળ વધતી હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે મૉડલ જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનીને ઓડિશાની આસપાસ ટકારાય તો ત્યારબાદ તે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે અને નબળી પડીને તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો-પ્રેશર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે.

જો આ લો-પ્રેશર એરિયા ગુજરાત સુધી કે તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચે તો પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ સેંકડો કિલોમીટર સુધી આગળ વધતી હોય છે.

ગતવર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી હતી, વાવાઝોડું ત્રાટક્યા બાદ નબળી પડેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડ્યો હતો.

જોકે, હજી હવામાન વિભાગ તરફથી આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, સામાન્ય રીતે કોઈ સિસ્ટમ બન્યા બાદ અનેક પરિબળો તેને અસર કરતાં હોય છે. વાવાઝોડું સર્જાયા બાદ જ તેની સાચી માહિતી મળી શકે કે તે ક્યાં ટકરાશે અને કઈ તરફ આગળ વધશે. હવામાનનાં મૉડલ પણ અનેક પરિબળોને ધ્યાને રાખીને આગાહી કરતાં હોય છે, જેના કારણે તેમાં કોઈ પરિબળમાં ફેરફાર થતાં આગાહીમાં ફેરફાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *