હૃતિક રોશન એ આખરે સ્વીકાર્યું કે તેનું અફેર આ 16 વર્ષ નાની છોકરી જોડે છે નામ જાણીને તમને નવાઈ લાગશે
હૃતિક રોશન પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસ-સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. હૃતિક પહેલી જ વાર મુંબઈની રેસ્ટોરાંની બહાર સબા આઝાદનો હાથ પકડીને જોવા મળ્યો હતો. જોકે, તે સમયે સબાને ઓળખી શકાઈ નહોતી. ત્યારથી બંને વચ્ચે અફેર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે હૃતિક રોશન તથા સબા મુંબઈ એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા.
હૃતિકે સંબંધો ઑફિશિયલ કર્યાં?
હૃતિક રોશન તથા સબા મુંબઈ એરપોર્ટ પર કપલની જેમ જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. હૃતિક રોશન વ્હાઇટ ટી શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો. સબા ગ્રે સ્પોર્ટ્સ બ્રા તથા બેગ્ગી પેન્ટમાં હતી.
સો.મીડિયા યુઝર્સે હૃતિકને ટ્રોલ કર્યો
હૃતિક તથા સબાનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. જોકે, યુઝર્સે હૃતિકને ઘણો જ ટ્રોલ કર્યો છે, કારણ કે બંને વચ્ચેની ઉંમરનું અંતર વધારે છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘આ તો એક્ટરની દીકરી જેવી લાગે છે..’ અન્ય એકે કહ્યું હતું, ‘દીકરી સાથે ફરવા નીકળ્યો હોય તેમ લાગે છે…’
કેવી રીતે સબા-હૃતિકની મુલાકાત થઈ?
હૃતિક તથા સબા પહેલી વાર કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. પહેલી મુલાકાત બાદ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.