પોતાને બેગુનાહ સાબિત કરવા માટે મહિલા ડોકટરે ટુંકાવ્યું જીવન અને સુ સાઇડ નોટમાં કર્યો ખુલાશો - khabarilallive    

પોતાને બેગુનાહ સાબિત કરવા માટે મહિલા ડોકટરે ટુંકાવ્યું જીવન અને સુ સાઇડ નોટમાં કર્યો ખુલાશો

રાજસ્થાનમાં મહિલા ડોક્ટર અર્ચના શર્માએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે આત્મહત્યા કરી લીધી છે. તેણે મંગળવારે પોતાના ઘરે ફાં સી લગાવી લીધી હતી. એક સુસાઈડ નોટ પણ છોડી છે.

તે રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર હતી. પ્રસૂતિ દરમિયાન મહિલાના મોત બાદ તેના સંબંધીઓએ મહિલા ડોક્ટર સામે હ ત્યાનો કેસ દાખલ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, ડૉ. અર્ચના (42) અને તેમના પતિ ડૉ. સુનિત ઉપાધ્યાય (45)ની લાલસોટ શહેરમાં આનંદ નામની હોસ્પિટલ છે. નજીકમાં ખેમવાસ ગામ છે. તે જ સ્થળના રહેવાસી લાલુરામ બૈરવાની પત્ની આશા ગર્ભવતી હતી અને સોમવારે તેને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બપોરે જ્યારે મહિલાની ડિલિવરી શરૂ થઈ ત્યારે વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મો ત થયું હતું. જો કે નવજાતનો બચાવ થયો હતો. આ પછી મૃતક મહિલાના પરિજનોએ વળતરની માંગ સાથે હોસ્પિટલની બહાર દેખાવો કર્યા હતા. તેમજ ડો.અર્ચના સામે લાલસોટ પોલીસ સ્ટેશનમાં હ ત્યાની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડો.અર્ચના ગાય નેકોલોજિસ્ટ હતા ડો. અર્ચના શર્મા ગાયનેકોલોજિસ્ટ હતા અને 8 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. વંદનાના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 11 વાગ્યે તે ઘરના ત્રીજા માળે ડો. અર્ચનાના રૂમમાં ગઈ ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી બૂમો પાડવા છતાં તેણે દરવાજો ન ખોલ્યો.

આ પછી અર્ચનાના પતિએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો અને જોયું કે તે ફાંસીથી લટકતી હતી. લાલસોટ પો લીસ સ્ટેશનના અધિકારી અંકેશ ચૌધરીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.

ડો.અર્ચના શર્માએ એક સુસા ઈડ નોટ પણ છોડી છે. જેમાં તેણે લખ્યું હતું કે, હું મારા પતિ અને બાળકોને ખૂબ પ્રેમ કરું છું. મારા મૃત્યુ પછી મહેરબાની કરીને તેમને ખલેલ પહોંચાડશો નહીં. મેં કોઈ ભૂલ કરી નથી. કોઈને માર્યા નથી.

PPH એ જટિલ છે. આ માટે ડૉક્ટરને આટલું ટોર્ચર કરવાનું બંધ કરો. મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. મહેરબાની કરીને નિર્દોષ ડોકટરોને ત્રાસ આપવાનું બંધ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *