યુદ્ધમાં 34માં દિવસે મોટા સમાચાર શાંતિ મંત્રણા બેઠક બાદ પુતિને કિવને લઈને કર્યું મોટું એલાન

આજથી રશિયા-યુક્રેન યુદ્ધને 34 દિવસ થઈ ગયા છે. આટલા દિવસો પછી પણ રશિયા કે યુક્રેનમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કોઈ પણ ભોગે હાર માનવા તૈયાર નથી.

તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ ભોગે આ યુદ્ધ જીતવા માગે છે. આ યુદ્ધે વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે. દરેક દેશ ઇચ્છે છે કે બંને દેશો વચ્ચે શાંતિ પુન:સ્થાપિત થાય.

યુદ્ધને ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીત પણ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તુર્કીમાં યુદ્ધને લઈને હવે બંને દેશો વચ્ચે ગંભીર બેઠક થઈ છે. તેને શાંતિ મંત્રણા કહેવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં, વિશ્વની નજર આ બેઠકના પરિણામો પર છે. આ બેઠકને પગલે રશિયાએ મોટી જાહેરાત કરી છે કે, રશિયાની સેના હવે યુક્રેનની રાજધાની કિવની દિશામાં પોતાની સૈન્ય ગતિવિધિઓને મર્યાદિત કરશે.

કિવ અને ચર્નીહિએવમાં હુમલા ઘટાડશે રશિયા રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવની આસપાસ રશિયન આક્રમણ હવે મર્યાદિત રહેશે. તેમણે કહ્યું કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી બંને દેશો વચ્ચે આત્મવિશ્વાસ વધારવાને પ્રોત્સાહન મળશે અને યુદ્ધને સમાપ્ત કરવા માટે સાર્થક વાતચીત થશે.

નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાંડ્રે ફોમિને જણાવ્યું હતું કે રશિયન સૈન્ય કિવ અને ચેર્નીહિવની દિશામાં તેની સૈન્ય પ્રવૃત્તિઓને મર્યાદિત કરશે. ઝેલેન્સ્કી અને પુતિન મળશે મંગળવારે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા થઇ હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ રશિયાના મુખ્ય વાટાઘાટકાર મેદિન્સ્કીએ સકારાત્મક નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેન વચ્ચે કિવ અને ચેર્નીગોવમાં હુમલાઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.

Leave a Reply

Your email address will not be published.