IAS અને લાંચ લેતા પકડાયેલ ટીના ડાભી ફરિ એક વખત ચર્ચામાં 13 વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કરવા જતાં કહ્યું મારા બીજા એમના પહેલા

IAS ટીના ડાબી આજે ફરી એક વખત ટોક ઓફ ધ ટાઉન બની છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ દર કલાકે 5 લાખથી વધુ લોકો તેના અંગે સર્ચ કરી રહ્યા છે. ટ્વિટર પર #TinaDabi નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આનું કારણ છે ટીના ડાબીની સોશિયલ મીડિયા પોસ્ટ. તેમને IAS પ્રદીપ ગવાંડેની સાથેનો એક ફોટો શેર કરતાં લખ્યું, ‘હું હાસ્ય ઓઢી રહી છું, જે તમે આપી રહ્યા છો.’ ટીનાએ જેવી પ્રદીપ ગવાંડે સાથેના લગ્નની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર ટ્વીટ, રિટ્વીટ, પોસ્ટ, શેર અને કોમેન્ટનું જાણે પૂર આવી ગયું.

આ પોસ્ટમાં #લવજિ હાદ જેવા હેશટેગ પણ હતા, કેમ કે રાજસ્થાન કેડરની 2015ની બેંચની IAS ટીનાના પહેલા લગ્ન બેંચમેટ અને સેકન્ડ રેન્કર અતહર આમિર સાથે થયા હતા. અતહર અને ટીનાએ ગત વર્ષે બંનેએ મંજૂરીથી ડિવોર્સ લીધા હતા.

ટીનાએ પ્રેમ, જીવન, લગ્ન ઉપરાંત પેઈનફુલ ડિવોર્સ અને ઉંમરમાં અંતરને લઈને ખુલીને વાત કરી. ટીના કહે છે કે જીવનમાં હંમેશા બીજી તક પર વિશ્વાસ કરવો જોઈએ, ન કે તેવો વિચાર કે આપણે ટોક્સિક રિલેશનશિપ્સમાં ફસાય રહ્યાં છીએ. વાંચી પૂરી વાતચીત…

તલાક પછી જીવન કેટલું મુશ્કેલ હતું? આ દરમિયાન કામ અને જીવનને કઈ રીતે બેલેન્સ કર્યું? કેવી સમસ્યાઓનો સામનો કર્યો?
ટીનાઃ તલાક ઘણો જ યાતનાભર્યો અનુભવ હોય છે. તમને ઈમોશનલી બિલકુલ ખલાસ કરી દે છે. એ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે હું કામમાં ઘણી જ વ્યસ્ત રહેતી હતી અને પરિવાર સાથે સમય પસાર કરતી હતી.

કોરોનાની બીજી લહેર દરમિયાન મે 2021માં પ્રદીપ અને હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સાથે હતાં. એ દરમિયાન મુલાકાત થઈ. પહેલાં અમે બંને એકબીજાને એક મિત્ર તરીકે ઓળખ્યાં. પછી એક-બીજાના પરિવારને જાણ્યા. આ બધું એક વર્ષ સુધી ચાલ્યું. એ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ટીના ડાબીએ પ્રદીપ ગવાંડેની એક ખાસ ફોટો ભાસ્કર સાથે શેર કરી.લગ્નને લઈને ઘણી અફવાઓ છે. એક અફવા એવી છે કે તમારા બંનેના આ બીજા લગ્ન છે. આ અંગે શું કહેશો?
ટીનાઃ હા, આ મારા બીજા લગ્ન જરૂરથી છે, પરંતુ પ્રદીપના પહેલા જ.

તમારી અને પ્રદીપની ઉંમરમાં 12 વર્ષનું અંતર છે? એને લઈને પણ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ઉંમરમાં અંતરને લઈને આજે પણ લોકો આટલા જજમેન્ટલ કેમ છે?
ટીનાઃ બધાના પોતપોતાના વિચારો હોય છે. મને લાગે છે કે લગ્ન જેવાં જરૂરી નિર્ણય માત્ર ઉંમર ડિસાઈડિંગ ફેક્ટર ન હોય શકે. સ્વભાવ, કમ્પેટિબિલિટી અને અંદરોદરની સમજણથી વધુ જરૂરી હોય છે.

તમારા બંનેમાંથી પ્રપોઝ કોણે કર્યું, પ્રદીપમાં સૌથી સારી બાબત કઈ લાગી?
ટીનાઃ થોડો સમય મિત્રની જેમ રહ્યા બાદ પ્રદીપે મને પ્રપોઝ કર્યું. તેઓ એકદમ દયાળુ વ્યક્તિ છે.

લગ્નના નિર્ણયને લઈને પરિવારનું શું રિએક્શન હતું?
ટીનાઃ મારા પરિવારના લોકો ઘણા જ ખુશ છે. તેમને એક જમાઈ મળ્યો છે, જે એક ડોકટર છે. રાજસ્થાન કેડરમાં IAS હોવાની સાથે એક સારી વ્યક્તિ પણ છે. આ ઉપરાંત તેઓ પણ અમારી કોમ્યુનિટીના જ છે. એક બોનસ એ પણ છે કે પ્રદીપની જેમ મારી માતા સાઈડનો પરિવાર પણ મરાઠી છે.

UPSC ટોપ કર્યા બાદ તમારી પર્સનલ લાઈફ સતત લોકોની જિજ્ઞાશાનું કારણ બની છે. આજે તમે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યાં છો. પર્સનલ લાઈફ જ્યારે નેશનલ ટોકિંગ પોઈન્ટ બને છે તો તેનાથી તમને અને તમારા પરિવારને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
ટીનાઃ આ વાતની તો હવે ટેવ પડી ગઈ છે.

પ્રદીપ અંગે કંઈક જણાવો.
ટીનાઃ પ્રદીપ લાતુર જિલ્લાના છે અને ત્યાંથી IAS કરનાર કેટલાક લોકોમાંથી એક છે. તેમનો પરિવાર હવે પુણેમાં રહે છે. તેમણે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ઔરંગાબાદમાંથી MBBS કર્યું અને દિલ્હીની અનેક ટોપ હોસ્પિટલમાં કામ કર્યું.

એ બાદ તેમને દિલ્હીમાં રહીને UPSCની તૈયારી કરી અને IAS બન્યા. તેઓ પણ મારી જેમ SC કોમ્યુનિટીમાંથી આવે છે. મારાં મમ્મી અને તેઓ એક જ સબ કાસ્ટનાં છે.

તમારી જ ઉંમરની અન્ય યુવતીઓ પ્રેમ, જીવન, લગ્ન અને સમસ્યાનો સામનો કરી રહી છે, તેમને શું કહેવા માગશો?
ટીનાઃ એક વાત હું દરેક યુવતીને કહેવા માગીશ….લાઈફમાં બીજી તક જરૂરથી આવે છે. કોઈ ટોક્સિક રિલેશનશિપમાં જ બની રહેવાનું કોઈ કારણ નથી. હું આશા કરું છું કે મારા લગ્ન તે યુવતીઓ માટે સારો મેસેજ બની શકે છે જેઓ પોતાને ફસાયેલી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published.