હજી ચોમાસુ વિદાય નઈ લે હજી તો ૧ ૨ રાઉન્ડ થશે વરસાદના આ તારીખ સુધી ગુજરાતમાં આ જિલ્લામાં હળવા વરસાદની આગાહી - khabarilallive    

હજી ચોમાસુ વિદાય નઈ લે હજી તો ૧ ૨ રાઉન્ડ થશે વરસાદના આ તારીખ સુધી ગુજરાતમાં આ જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જ્યારે કોઈ વધારે વરસાદ નોંધાઈ રહ્યો નથી. આવામાં હવામાન નિષ્ણાતએ હાલની હવામાનની સ્થિતિ અને વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ તાપમાન પણ ઊંચું આવ્યું છે.

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન 32થી 34 ડિગ્રી સુધી પહોંચ્યું છે. સાથે જ ભેજ સતત ઘટી રહ્યો છે. હાલના તાપમાનમાં ઘણી જગ્યાએ ઉનાળા જેવો પણ અહેસાસ થતો હશે. તેમણે કહ્યું કે, હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી.

હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે. હજુ વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે. ગુજરાતમા હાલ વરસાદે આંશિક વિરામ લીધો હોય તેમ લાગી રહ્યુ છે.

ત્યારે હાલ વધુ એક સિસ્ટમ ગુજરાત પર સર્જાઇ છે. જેના કારણે ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હાલ હળવોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સાવ ઘટી ગઇ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં સાવા કોરું રહે છે.

ત્યારે હવામાન વિભાગે શનિવારે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાં ક્યાં વરસાદની શક્યતા રહેશે તે અંગેની આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. કચ્છમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે વાતાવરણ સૂકું રહેશે.

ચોમાસાની આ સિઝન રાજ્યમાં 1 જૂનથી લઈ આજે 14 સપ્ટેમ્બર સુધી 969 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રીતે 661 મિલીમીટર હોવું જોઈએ. 1 જૂનથી લઈને અત્યાર સુધી 47 ટકા વધુ વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *