ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય શું હજી થશે વરસાદ આ જિલ્લામાં અંબાલાલ ની આગાહી પરંતુ સાચી પડશે ખરા - khabarilallive    

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય શું હજી થશે વરસાદ આ જિલ્લામાં અંબાલાલ ની આગાહી પરંતુ સાચી પડશે ખરા

ભાદરવી પૂનમનો મેળો પણ વરસાદની ભેટ ન ચડે તેવી ચિંતા હવે યાત્રિકોમાં પેસી ગઈ છે. બનાસકાંઠા અને મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું કહ્યું તે ખાસ જાણો. ગુજરાત પર એક સાથે 3-3 તોફાની સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ તારીખે ચન્દ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાત પર આવી શકે છે અણધારી આફત.બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે.

જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.

વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *